નવી દિલ્હી: બુધવારે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળ (Strike) નું આહ્વાન કર્યું છે.યુનિયનોનો દાવો છે કે આ હડતાળમાં 25 કરોડ લોકો સામેલ થશે. સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ આ હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. ટ્રેડ યુનિયનો ઈન્ટક, એટક, એચએમએસ,સ સીટૂ, એઆઈયુટીયુસી, ટીયુસીસી, એસઈડબલ્યુએ, એઆઈસીસીટીયુ, એલપીએફ,યુટીયુસી સહિત વિભિન્ન સંઘો અને ફેડરેશનોએ ગત વર્ષ સપ્ટેમ્બરમાં જ આઠ જાન્યુઆરી 2020ના રોજ હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU હિંસા: વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સામે FIR દાખલ 


પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાને આ હડતાળથી અલગ કર્યા છે. બેનરજી કે તેમના સંલગ્ન કોઈ સંગઠન આ હડતાળમાં સામેલ થશે નહીં. તેમણે સોમવારે કહ્યું કે એનઆરસી અને સીએએ વિરુદ્ધ પ્રદર્શનોને હું સમર્થન કરું છુ. હું ભારતબંધનું સમર્થન કરતી નથી. તેમણે કહ્યું કે બંધ જેવા 'ચીપ પોલિટિક્સ'ને તેઓ સપોર્ટ કરશે નહીં. 


દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે આઠ જાન્યુઆરીએ થઈ રહેલી દેશવ્યાપી હડતાળમાં અમે ઓછામાં ઓછા 25 કરોડ લોકો સામેલ થાય તેવી આશા સેવી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે હડતાળમાં અમે શ્રમિક વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓને પાછી ખેંચવાની માગણી કરીશું. 


J&K: આતંકીઓ સુરક્ષાદળોના પાણી કે ભોજનમાં ઝેર ભેળવવાનું રચી રહ્યાં છે ષડયંત્ર


આ બેંકના કર્મચારીઓ સામેલ નહીં થાય
આઠ જાન્યુઆરીએ પ્રસ્તાવિત બેંકોની હડતાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમર્થિત ભારતીય મજૂર સંઘ સંલગ્ન ઈન્ડસ્ટ્રિયલ ફેડરેશન નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ ભાગ લેશે નહીં. આ ઉપરાંત ભારતીય મજૂર સંઘ સંલગ્ન દિલ્હી પ્રદેશ બેંક વર્કર્સ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે આ બેંક હડતાળ ડાબેરી પક્ષો અને કોંગ્રેસ સમર્થિક બેંક કર્મચારી સંગઠનોએ બોલાવી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....